નફરતથી ભરેલા લોકો દેશને બદનામ કરવામાં કોઇ કસર છોડતા નથીઃ મોદી

નફરતથી ભરેલા લોકો દેશને બદનામ કરવામાં કોઇ કસર છોડતા નથીઃ મોદી

નફરતથી ભરેલા લોકો દેશને બદનામ કરવામાં કોઇ કસર છોડતા નથીઃ મોદી

Blog Article

ત્રીજી ટર્મ માટે ચૂંટાયા પછી પ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે 16 સપ્ટેમ્બરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ગર્ભિત પ્રહારો કરતાં જણાવ્યું હતું કે નફરત અને નકારાત્મકતાથી ભરેલી કેટલીક વ્યક્તિઓ ભારતની એકતા અને અખંડિતતાને બદબાદ કરવા વિદેશમાં જઇને વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યાં છે. દેશને વિભાજિત કરવાનો ઈરાદો ધરાવે છે અને દેશને બદનામ કરી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારતની ચૂંટણીની નિષ્પક્ષતા, અનામત સહિતના મુદ્દે વિવાદાસ્પદ ટીપ્પણીઓ કરી હતી.

ગુજરાતને રૂ.8,000 કરોડના પ્રોજેક્ટની ભેટ

25 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે વતન રાજ્યની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલવે ટ્રેન, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલવે સેવા, પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સહિતના ગુજરાતને રૂ.8,000 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. મોદીએ ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST 2024 2024)ને ખુલ્લી મૂકી ભારપૂર્વક જણાવ્યું હતું કે 21મી સદીનો ઈતિહાસ લખાશે ત્યારે ભારતની સૌર ક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશે. ભારત વિવિધતા, વ્યાપ, ક્ષમતા, સંભાવના તેમજ પ્રદર્શનની દ્રષ્ટિએ અજોડ છે અને વિશ્વને લાગે છે કે 21મી સદી માટે દેશ શ્રેષ્ઠ બાજી છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં મોદીએ ‘PM સૂર્ય ઘર: મુફ્ત બિજલી યોજના’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મેટ્રો રેલ સેવામાં મુસાફરી કરી હતી. મોદીએ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ ભાગ લીધો હતો.

અમદાવાદમાં જાહેરસભાને સંબોધતા મોદીએ કોઇનું નામ લીધા વગર જણાવ્યું હતું કે વિપક્ષ તુષ્ટિકરણની રાજનીતિ માટે કોઈપણ હદ પાર કરી શકે છે. નકારાત્મકતાથી ભરેલા કેટલાક લોકો ભારતની એકતા અને અખંડિતતાને નિશાન બનાવી રહ્યા છે, દેશને વિભાજિત કરવાનો ઈરાદો ધરાવે છે. નફરતથી ભરેલા લોકો ભારત અને ગુજરાતને બદનામ કરવાની કોઈ તક છોડતા નથી. તેમના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસમાં વિપક્ષે અપમાન કરીને ઠેકડી ઉડાવે છે, પરંતુ તેઓ સરકારના વિકાસના એજન્ડાને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે.

વિપક્ષના નેતા રાહુલ ગાંધીની યુએસ મુલાકાત દરમિયાન શીખ સમુદાય અને અનામત અંગેની ટિપ્પણી તથા જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે કોંગ્રેસની ચૂંટણી પૂર્વેના ગઠબંધન અંગેના વિવાદ વચ્ચે મોદીએ કહ્યું કે નફરતથી ભરેલા કેટલાક લોકો દેશને બદનામ કરવાની કોઈ તક છોડતા નથી.તમે સાંભળ્યું હશે કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 પાછી લાવવા માંગે છે, તેઓ જમ્મુ અને કાશ્મીરમાં બે બંધારણ અને બે કાયદા પાછા લાવવા માંગે છે.
મોદીએ જણાવ્યું હતું કે સરકારના પ્રથમ 100 દિવસમાં વિપક્ષે મારી મજાક ઉડાવી અને અપમાન કર્યું હતું. લોકોને લોકોને મારા મૌનથી આશ્ચર્ય થયું હતું, પરંતુ તેમણે લોકો માટે પોતાનું બલિદાન આપવાનું નક્કી કર્યું છે.જો હું જીવું છું, તો હું તમારા માટે જીવું છું, જો હું સંઘર્ષ કરીશ, તો હું તમારા માટે સંઘર્ષ કરીશ, અને જો હું મારી જાતનુ બલિદાન આપીશ, તો તે તમારા માટે હશે.

ભાજપે રાહુલ ગાંધી પર યુએસમાં “અનામત વિરોધી” ટિપ્પણી કરવાનો આક્ષેપ કર્યો અને તેને “દેશદ્રોહ” ગણાવ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતાએ, યુએસની પ્રતિષ્ઠિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં બોલતા, તાજેતરની સંસદીય ચૂંટણીઓ સમાન ધોરણે લડવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો હતો.

Report this page